datt bavani lyrics in gujarati Photo And PDF

datt bavani lyrics in gujarati

જય યોગીશ્વર દત્ત દયાળ, તુજ એક જગમાં પ્રતિપાળ, અનસુયા કરી નિમિત્ત, પ્રગટ્યો જેમ કારણ નિશ્ચિત || ૧ ||

બ્રહ્મ હરીહરનો અવતાર, શરણાગતનો તારણહાર, અંતર્યામી સત્ ચિત્ સુખ, બહાર સદગુરુ દ્વિભુજ સુમુખ. || ૨ ||

ઝોળી અન્નપુર્ણા કર માંહ્ય, શાંતિ કમંડલ કર સોહાય, ક્યાંય ચતુર્ભુજ ષડભુજ સાર, અનંત બાહુ તું નિર્ધાર. || ૩ ||

આવ્યો શરણે બાળ અજાણ, ઊઠ દિગંબર ચાલ્યા પ્રાણ, સુણી અર્જુન કેરો સાદ, રીઝ્યો પૂર્વે તું સક્ષાત. || ૪ ||

દીધી રિદ્ધી સિદ્ધિ અપાર, અંતે મુક્તિ મહાપદ સાર, કીધો આજે કેમ વિલંબ ? તુજ વિણે મુજને નાં આલંબ || ૫ ||

વિષ્ણુ શર્મા દ્વિજ તાર્યો એમ, જમ્યો શ્રાધમાં દેખી પ્રેમ, જંભ દૈત્યથી ત્રાસ્યા દેવ, કીધી મહેર તે ત્યાં તખેવ, || ૬ ||

વિસ્તારી માયા દિતિ સુત, ઇન્દ્ર કને હણાવ્યો તુર્ત, એવી લીલા કંઈ કંઈ સર્વ, કીધી વર્ણવતાં તે સર્વ. || ૭ ||

દોડ્યો આયુ સુતને કામ, કીધો એને તે નિષ્કામ, બોધ્યા યદુ ને પરશુરામ, સાધ્ય દેવ પ્રહલાદ અકામ. || ૮ ||

એવી તારી કૃપા અગાધ ! કેમ સુણે ના મારો સાદ ? દોડ અંત ! નાં દેખ અનંત? માં કર અધવચ શિશુનો અંત? || ૯ ||

જોઈ દ્વિજ સ્ત્રી કેરો સ્નેહ, થયો પુત્ર તું નિઃસંદેહ, મુર્તગામી કલિતાર કૃપાળ, તાર્યો ધોબી છેક ગમાર. || ૧૦ ||

પેટપીડથી તાર્યાં વિપ્ર, બ્રાહ્મણ શેઠ ઉતાર્યો ક્ષિપુ, કરે કેમ ના મારી વહાર ! જો આણીગમ એક જ વાર! || ૧૧ ||

શુષ્ક કાષ્ઠને આણ્યાં પત્ર ! થયો કેમ ઉદાસીન અત્ર !

જર્જર વંધ્યા કૈરા સ્વપ્ન, કર્યાં સફળ તે સુતના કુન. || ૧૨ ||

કરી દુર બ્રાહ્મણનો કોઢ, કીધો પૂરણ એના કોડ, વંધ્યા ભેંસ દુઝવી દેવ, હર્યું દારીદ્રય તે તખેવ. || ૧૩ ||

ઝાલર ખાઈ રીઝ્યો એમ, દીધો સુવર્ણ ઘટ સપ્રેમ, બ્રાહ્મણ સ્ત્રીનો મૃત ભરથાર, કીધો સજીવન તેં નિર્ધાર. || ૧૪ ||

પિશાચ-પીડા કીધી દુર, વિપુત્ર ઉઠાડ્યો શૂર, હરી વિપ્રમદ અંત્યજ હાથ, રમ્યો ભક્તો ત્રિવિક્રમ તાત. || ૧૫ ||

નિમેષ માત્રે તંતુક એક, પહોંચાડ્યો ક્ષીશૈલે દેખ, એકી સાથે આઠ સ્વરૂપ, ધરી દેવ બહુરૂપ અરૂપ. || ૧૬ ||

સંતોષ્યા નિજ ભક્ત સુજાત, આપી પરચાઓ સાક્ષાત્ યવનરાજ તાળી પીડ, જાતપાતની તને ન ચીડ. || ૧૭ ||

રામકૃષ્ણ રૂપે તે એમ, કીધી લીલાઓ કંઈ તેમ, તાર્યા પથ્થર ગણિકા વ્યાઘ્ર પશુપંખી ન પણ તુજ સાધ. || ૧૮ ||

અધમ અધોરણ તારું નામ, ગાતા સરે ન શાં શાં કામ, આધિ વ્યાધિ ઉપાધિ સર્વ, ટળે સ્મરણ માત્રથી સર્વ. || ૧૯ ||

મૂઠ ચોટ ના લાગે જાણ, પામે નર સ્મરણે નિર્વાણ, ડાકણ શાકણ ભેંસાસુર, ભૂત પિશાચો જંદ અસુર . || ૨૦ ||

નાસે મુઠી દઈને તુર્ત, દત્તધૂન સાંભળતા મૂર્ત, કરી ધૂપ ગાએ જે એમ, દત્ત બાવની આ સપ્રેમ. || ૨૧ ||

સુધરે તેના બંને લોક, રહે ન તેને ક્યાંયે શોક ! દાસી સિદ્ધિ તેની થાય, દુઃખ દારિદ્રય તેના જાય . || ૨૨ ||

બાવન ગુરુવારે નિત નેમ, કરે પાઠ બાવન સપ્રેમ, યથાવકાશે નિત્ય નિયમ, તેને કદી ન દંડે યમ. || ૩ ||

અનેક રૂપે એ જ અભંગ, ભજતાં નડે ન માયા રંગ, સહસ્ત્ર નામે નામી એક, દત્ત દિગંબર અસંગ છેક. || ૨૪ ||

વંદુ તુજને વારંવાર, વેદ શ્વાસ તારા નિર્ધાર, થાકે વર્ણવતાં જ્યાં શેષ, કોણ રાંક હું બહુકૃત વેષ || ૨૫ ||

અનુભવ તૃપ્તિનો ઉદ્દગાર, સુણી હશે તે ખાશે માર, તપસિ તત્વમસિ હૈ દેવ, બોલો જય જય શ્રી ગુરુદેવ. || ૨૬ ||

 

Pdf full Datt Bavani lyrics in Gujarati

datt bavani lyrics in gujarati Click hare to download PDF
datt bavani lyrics
datt bavani lyrics
datt bavani lyrics
datt bavani lyrics
datt bavani lyrics
datt bavani lyrics
datt bavani lyrics
datt bavani lyrics

 

“દત્ત બાવાની” એ એક ભક્તિમય સ્તોત્ર અથવા પ્રાર્થના છે જે હિંદુ દેવતા ભગવાન દત્તાત્રેયને સમર્પિત છે, જેને દૈવી ટ્રિનિટીનો અવતાર માનવામાં આવે છે: બ્રહ્મા, વિષ્ણુ અને શિવ. દત્તાત્રેયને ઘણીવાર ત્રણ માથા અને છ હાથ ધરાવતા ઋષિ તરીકે દર્શાવવામાં આવે છે, અને તેઓ હિન્દુઓ દ્વારા આદરણીય છે, ખાસ કરીને ભારતમાં મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં.

દત્ત બાવની એ ગુજરાતી ભાષામાં એક રચના છે અને ભગવાન દત્તાત્રેયના ભક્તો દ્વારા તેમના આશીર્વાદ, રક્ષણ અને માર્ગદર્શન મેળવવાના સાધન તરીકે તેનું પઠન કરવામાં આવે છે. તેની રચના ગુરુ રંગ અવધૂત મહારાજ નામના સંત દ્વારા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. પ્રાર્થના ભગવાન દત્તાત્રેયના દૈવી લક્ષણોના વખાણ અને વર્ણનોથી ભરપૂર છે, અને આધ્યાત્મિક જ્ઞાન અને જીવનની વિવિધ સમસ્યાઓમાંથી રાહત મેળવવા માંગતા અનુયાયીઓ દ્વારા ઊંડી ભક્તિ સાથે તેનું પઠન કરવામાં આવે છે.

દત્તાત્રેય જયંતિ, જે ભગવાન દત્તાત્રેયની જન્મજયંતિ છે, અને અન્ય શુભ પ્રસંગોએ ભગવાન દત્તાત્રેયના ભક્તો દ્વારા દત્ત બાવાનીનો વારંવાર પાઠ કરવામાં આવે છે. તે દત્તાત્રેય પરંપરામાં ભક્તિ પ્રથાનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

Leave a Comment