Eknath Shinde: ઓટો ડ્રાઈવરથી મુખ્યમંત્રી સુધીની સફર

Eknath Shinde: ઓટો ડ્રાઈવરથી મુખ્યમંત્રી

Eknath Shinde: ઓટો ડ્રાઈવરથી મુખ્યમંત્રી સુધીની સફર
છેલ્લા કેટલાક દિવસોમાં મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ લાવનાર એકનાથ શિંદેની ઓટો ડ્રાઈવરથી લઈને મુખ્યમંત્રી સુધીની સફર

એકનાથ શિંદેએ ભાજપની મદદથી મહારાષ્ટ્રમાં તેમની સરકાર બનાવી અને તેઓ મહારાષ્ટ્રના 20મા મુખ્યપ્રધાન બન્યા છે.

કોણ છે એકનાથ શિંદે

એકનાથ શિંદેનો જન્મ 9 ફેબ્રુઆરી 1964ના રોજ હિંદુ કુણબી મરાઠા પરિવારમાં થયો હતો. સીએમ શિંદે એકદમ સામાન્ય ઘરમાંથી આવનાર વ્યક્તિ છે.

ગરીબ પરિવારમાં જન્મેલા એકનાથ શિંદેના પિતા કાર્ડબોર્ડ કંપનીમાં કામ કરતા હતા જ્યારે માતા ઘરોમાં કામ કરતી હતી.

એકનાથ શિંદે તેમના અભ્યાસ માટે થાણે આવ્યા, તેમણે થાણેમાં જ 11મા ધોરણ સુધી અભ્યાસ કર્યો. શાળા: રાજેન્દ્ર પાલ મંગળા હિન્દી હાઈસ્કૂલ

પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે, એકનાથ શિંદે વાગલે એસ્ટેટ વિસ્તારમાં રહીને ઓટો રિક્ષા ડ્રાઈવર તરીકે પણ કામ કરતા હતા.

આ દરમિયાન શિંદેજી શિવસેનાના નેતા આનંદ દિઘેને મળ્યા હતા. ત્યારે તેમની ઉંમર માત્ર 18 વર્ષની હતી અને તેમણે શિવસેનાના સામાન્ય કાર્યકર તરીકે કામ કરવાનું શરૂ કર્યું.

 

એકનાથ શિંદેનો રાજકારણમાં પ્રવેશ

શિંદેએ વર્ષ 1997માં ચૂંટણીના રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં શિંદેને કાઉન્સિલરની ટિકિટ આપવામાં આવી હતી. શિંદે તેમની પહેલી જ ચૂંટણીમાં જીતવામાં સફળ રહ્યા હતા.

2005માં નારાયણ રાણેએ પક્ષ છોડ્યા પછી શિવસેનામાં શિંદેનું કદ સતત વધતું ગયું. જ્યારે રાજ ઠાકરેએ પાર્ટી છોડી ત્યારે શિંદે ઠાકરે પરિવારની નજીક બની ગયા.

2004ની વિધાનસભાની ચૂંટણી જીતી. બાદમાં 2009, 2014 અને 2019માં શિંદે થાણે જિલ્લાની કોપરી પચપાખાડી બેઠક પરથી જીતીને વિધાનસભામાં પહોંચ્યા હતા.

21 જૂન 2022 ના રોજ, એકનાથ શિંદે 30 થી વધુ ધારાસભ્યોને તેમની સાથે સુરત લઈ જઈને મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધન તોડી નાખ્યું.

30 જૂન 2022 ના રોજ, એકનાથ શિંદેએ ભાજપ સાથે મહારાષ્ટ્રમાં સરકાર બનાવી અને મહારાષ્ટ્રના 20મા મુખ્ય પ્રધાન બન્યા.

1 thought on “Eknath Shinde: ઓટો ડ્રાઈવરથી મુખ્યમંત્રી સુધીની સફર”

Leave a Comment