ટેલીવિઝન જગતમાં લોકપ્રિય ટી.વી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા 'ની કોઈને કોઈ વાત ચર્ચામાં રહે છે. 

હાલમાં જ આ સિરિયલમાં આત્મરામ ભિડેનું પાત્ર ભજવતા મંદાર ચાંદવાડકર ને કારણે આ સિરિયલ ચર્ચામાં આવી છે. 

થોડાં સમય પહેલાં 'આત્મારામ ભીડે' નું પાત્ર નિભાવતા મંદારના મોતના સમાચાર સોસીયલ મીડિયામાં વાઇરલ થયા હતા. 

હવે મંદારે (આત્મારામ ભીડે) એ સોશિયલ મીડિયામાં એક વીડિયો શૅર કરીને આ અંગે વાત કરી હતી અને તતેઓ જીવતાં છ.

વધુમાં મંદારે કહ્યું હતું, "જે પણ આ અફવા ફેલાવે છે, તેમને અપીલ કરું છું કે તે આ બધું બંધ કરે. ભગવાન તેને સદબુદ્ધિ આપે."

'તારક મહેતા..'ના તમામ કલાકારો હેલ્ધી તથા ખુશ છે. તમામ ભવિષ્યમાં વધુ સારું કામ કરવાની ઈચ્છા રાખે છે અને ચાહકોનું આ જ રીતે મનોરંજન કરવા ઈચ્છે છે.'