તલાટી-ક્લાર્કની ભરતી પરીક્ષાની ઘણા લાંબા સમયથી સૌ કોઇ ઉમેદવારો રાહ જોઇ રહ્યાં છે ત્યારે હવે ગણતરીના દિવસોમાં જ પરીક્ષાની તારીખો પણ જાહેર કરાઇ શકે છે.

આ અંગે બ્રિજેશ મેરજાએ જણાવ્યું કે, 'પંચાયત કેડરની 13,121ની સતત સંવર્ગની જગ્યાઓ માટેની જાહેરાત બહાર પડી ગઇ છે. 

આમ, સતત કેડરની જે પરીક્ષાઓ ક્રમશ: લેવાઇ રહી છે તેમાં એક ક્લાર્ક અને તલાટી ક્રમ મંત્રી કેડરની જે પરીક્ષા છે તેમાં 1800થી 2000 જગ્યાઓ માટેની પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ત્યારે આટલી મોટી સંખ્યામાં જ્યારે ભરતી કરવાની થતી હોય ત્યારે તેના સેન્ટરો પર સુનિશ્ચિત આયોજન હોવું જોઇએ અને એની માટે પંચાયત પસંદગી મંડળ શાળાની પસંદગી કરી રહ્યું છે.'

રાજ્યમાં તલાટીની 1,800 પોસ્ટ અને ક્લાર્કની 2,000 પોસ્ટ માટે જુલાઇ મહિનામાં રાજ્યવ્યાપી પરીક્ષા યોજાઇ શકે છે. એટલે કે તલાટી અને ક્લાર્ક સહિતની કુલ 3,800 પોસ્ટ માટે પરીક્ષા લેવાશે. 

રાજ્યમાં તલાટીની 1,800 પોસ્ટ અને ક્લાર્કની 2,000 પોસ્ટ માટે જુલાઇ મહિનામાં રાજ્યવ્યાપી પરીક્ષા યોજાઇ શકે છે. એટલે કે તલાટી અને ક્લાર્ક સહિતની કુલ 3,800 પોસ્ટ માટે પરીક્ષા લેવાશે.