12 may એ ગુજકેટના પરિણામની જાહેરાત કરવામાં આવી છે. સુરતની દીકરીએ ગુજકેટની પરીક્ષામાં ઈતિહાસ રચ્યો.
જેમાં 120માંથી 120 ગુણ મેળવી સુરતમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલાની દીકરી વૈભવી મકવાણાએ આખા ગુજરાતમાં બાજી મારી છે.
સુરતની દીકરી વૈભવી મકવાણાએ 120માંથી 120 ગુણ મેળવી ઈતિહાસ રચ્યો.
વૈશાલી મકવાણાના પિતા સુરત ડાયમંડમાં છે. જેઓ ડાયમંડ પોલીસ કરવાનું કામ કરે છે.
વર્ષોથી પોતાનું મૂળ વતન જૂનાગઢ છોડીને સુરત રોજગારી માટે આવ્યા હતા. અને હાલ સુરતમાં સ્થાયી થઇ ચુક્યા છે. અને આજે તેમની દીકરી એ ઇતિહાસ બનાવ્યું.
મને ગુજકેટમાં 120 માંથી 120 માર્ક્સ આવ્યા છે. છેલ્લા સમય દરમિયાન ખુબ મહેનત કરી હતી. મોડી રાત સુધી જાગીને મહેનત કરવી પડતી હતી. જેનું આજે પરિણામ આવ્યું છે મને ખૂબ જ આનંદ થયો છે.
તમારા પરીક્ષા માટે જે મહત્વના પ્રશ્નો હોય તેની તૈયારીઓ કરવી પડે છે. સ્કૂલમાંથી સારો સપોર્ટ હોય તો તમને વધારે સારું પડે છે. હવે આગળહું JEEની તૈયારી કરીશ.