લાંબા સમયથી કોંગ્રેસ હાઈકમાન્ડથી નારાજ ચાલતા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલે રાજીનામું આપી દીધું છે.

હાર્દિક પટેલે કોંગ્રેસના તમામ પદેથી રાજીનામાં ની જાહેરાત કરી તેની જાણકારી ટ્વિટર પર ટ્વિટ કરીને આપી છે.

તેમણે ટ્વિટ કરીને લખ્યું કે , હું કોંગ્રેસ પાર્ટીના પદ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું.

મને ખાતરી છે કે મારા નિર્ણયને મારા તમામ સાથીદારો અને ગુજરાતની જનતા આવકારશે. હું માનું છું કે મારા આ પગલા પછી હું ભવિષ્યમાં ગુજરાત માટે ખરેખર હકારાત્મક રીતે કામ કરી શકીશ.

હાર્દિક પટેલનું કોંગ્રેસમાં રાજીનામા બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે હાર્દિક પટેલ આગળ ક્યા પક્ષમાં જોડાશે.

મળતી માહિતી મુજબ તો હાર્દિક પટેલ ભાજપમાં જોડાય તેવી પુરી શક્યતા છે. પણ હાર્દિક પટેલ આમ આદમી પાર્ટી સાથે પણ જોડાય તેવી શકયતા છે.