ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા રાજસ્થાને 9 વિકેટ પર 130 રન બનાવી ગુજરાત ટાઇટન્સને જીત માટે 131 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

ગુજરાત તરફથી  પહેલા ફિલ્ડિંગમાં ઉતરેલા કેપ્ટન હાર્દિક પંડ્યાએ બોલિંગમાં પણ તરખાટ મચાવ્યો હતો.

ગુજરાત ટાઇટન્સ કેપટન હાર્દિક પંડ્યા 17 રન આપ્યા હતા અને ત્રણ વિકેટ ઝડપી લીધી હતી.

રવિ શ્રીનિવાસન સાઈ કિશોરે બે વિકેટ લીધી હતી જ્યારે યશ દયાલ, મોહમ્મદ શમી અને રાશિદ ખાને એક-એક વિકેટ લીધી હતી.

ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રૉયલ્સને માત આપીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

ત્યારે રાજસ્થાન રૉયલ્સે ક્વોલિફાયર-2માં રૉયલ ચેલેન્જર્સ બેંગલુરૂને માત આપી હતી. જેને લઇને રાજસ્થાન ફાઇનલમાં પહોંચ્યું હતું.