ભારતના સૌથી પ્રભાવશાળી અને શ્રીમંત ઉદ્યોગપતિઓમાંના એક, મુકેશ અંબાણીની નાની વહુ, રાધિકા મર્ચન્ટનો આરંગેત્રમ સમારોહ રવિવારે મુંબઈમાં આયોજિત કરવામાં આવ્યો હતો.

આગલા દિવસે રાધિકાએ પ્રથમ વખત સ્ટેજ ડાન્સ કર્યો હતો.  તેના પરફોર્મન્સના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા છે.

ચાલો તમને જણાવીએ કે રાધિકા મર્ચન્ટ કોણ છે અને તેનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે?

કોણ છે રાધિકા મર્ચન્ટઃ રાધિકાનો જન્મ 16 જાન્યુઆરીએ વિરેન અને શૈલા મર્ચન્ટના ઘરે થયો હતો.

રાધિકા મર્ચન્ટના પિતા વિરેન મર્ચન્ટ એડીએફ ફૂડ્સના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તેમજ "એન્કોર હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડના" સીઈઓ અને વાઇસ ચેરમેન છે.

રાધિકાને બે બહેનો છે.  રાધિકાની માતા શૈલા પણ એક બિઝનેસવુમન છે.  તેમના પરિવારને કાછીયા ભાટિયા પરિવાર કહેવામાં આવે છે.  તેઓ મૂળ કચ્છના છે.

રાધિકા મર્ચન્ટનો જન્મ 18 ડિસેમ્બર, 1994ના રોજ થયો હતો અને તે ગુજરાતની છે.

તેણીએ અનંત અંબાણી સાથે ગુપ્ત રીતે સગાઈ કરી હોવાની અફવા છે.  જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સમર્થન નથી.