YouTube વિશે સંપૂર્ણ માહિતી | યૂટ્યૂબ શુ છે?

આજે કોણ હશે જે YouTube નો ઉપયોગ કર્યો ના હોય આપણે બધા એ અત્યાર સુધી કોઈ એક વિડિઓ જોવા માટે યૂટ્યૂબ નો ઉપયોગ જરૂર કર્યો હશે.

કારણ કે યૂટ્યૂબ એ વિશ્વ નો સૌથી મોટો video sharing platform છે જ્યાં અનેક વિડિઓ ઉપલબ્ધ છે.

ઇન્ટરનેટ નો વપરાશ કરનાર વ્યક્તિઓ માટે YouTube એ ભગવાન છે, કેમ તમને એ જાણીને થતું હશે યૂટ્યૂબ ભગવાન રીતે? આ જાણવાં માટે તમે આ પોસ્ટ જરૂર વાંચજો કારણ કે આ પોસ્ટ માં આપણે યૂટ્યૂબ વિશે વાત કરવાના છે જેમાં youtube શુ છે? Youtube ના માલિક કોણ છે? યૂટ્યૂબ રીતે બન્યો?, આ બધા વિશે વાત કરીશું આ પોસ્ટ માં તો ચાલો શરૂ કરીએ.

એવા કેટલાય લોકો હશે જેમને યૂટ્યૂબ વિશે કાઈ પણ ખબર નહીં હોય જો તમને પણ નથી ખબર કે યૂટ્યૂબ (youtube) શુ છે? તો કાઈ વાંધો નહીં મિત્રો જયારે હું ઇન્ટરનેટ પર નવો આવ્યો હતો ત્યારે મને પણ YouTube વિશે કાઈ ખબર ના હતી. તો ચાલો જાણી youtube વિશે

 

યૂટ્યૂબ (youtube) શુ છે? What is Youtube in Gujarati

 

Youtube એ એક video sharing platform છે જેનો મતલબ કે એક એવો પ્લેટફોર્મ કે જ્યાં કોઈ પણ વ્યક્તિ પોતાના વિડિઓ ઉપલોઅડ કરી share કરી શકે છે.

યૂટ્યૂબ આજના સમય નો સૌથી મોટો વિડિઓ સેરિંગ પ્લેટફોર્મ છે કે જ્યાં તમને હજારો નહીં પણ લાખો અને કરોડો માં વિડિઓ ઉપલબ્ધ છે, આ વિડિઓ અલગ અલગ વ્યક્તિઓ દ્વારા અલગ અલગ વિષય ની બાબતો પર છે.

Youtube પર ફેશન, ગેમ, રમત, સ્વાસ્થ, શિક્ષણ, અભ્યાસ, પિક્ચર અને ટીવી, ગીતો, ફેક્ટ ચેનલ, ન્યૂઝ, અને અન્ય બીજા કેટેગરીમાં વિડિઓ જોવા મળે છે.

આજ જો કોઈ વ્યક્તિ ને કાઈ પણ શીખવું હોય તો બસ તમે યૂટ્યૂબ પર જાવ અને જે શીખવું છે તે યૂટ્યૂબ પર સેર્ચ કરો અને તેના વિશે તમને કેટલાય વિડિઓ જોવા મળશે થી જે વીડિઓ તમને જોવો હોય તેના પર ક્લિક કરો અને વિડિઓ જોઈ માહિતી કેળવી લયો.

કેમ સાચી વાત છે ને તમે પણ ક્યારેક યૂટ્યૂબ પર કોઈ વિષય પર વીડિયો યૂટ્યૂબ પર જોયોજ હશે.

એતો બહુ જ સરળ છે નહીં ! પણ યૂટ્યૂબ ની શરૂઆત સુ આટલી જ સરળ હતી ચાલો એના વિશે આપણે વાત કરીએ.

યૂટ્યૂબ નો ઈતિહાસ

YouTube ની શરુઆત પેપાલ ના ત્રણ પૂર્વ કર્મચારીઓ દ્ધારા 14 ફેબ્રુઆરી 2005 માં કરવામાં આવી હતી જેમના નામ ચાડ હર્લી, સ્ટીવ ચેન અને જાવેદ કરીમ છે.

આ ત્રણ વ્યક્તિઓ એજ યૂટ્યૂબ ની શરૂઆત કરી હતી અને તમને સ્થાપેલ યૂટ્યૂબ આજના સમયે લોકો માટે માત્ર વિડિઓ જોવા માટે નહીં પણ પૈસા કમાવા માટે નો એક વિકલ્પ બની ગયો છે.

એક એવી કહાની પણ છે કે જેમાં કહેવા માં આવ્યું છે કે ” ચાડ હર્લી અને સ્ટીવ ચેન 2005 ના શરૂઆતી મહિના માં સેન ફ્રાન્સિસ્કો માં ચેન ના એપાર્ટમેન્ટમાં થયેલી ડિનર પાર્ટીના વીડિઓ શેર કરવા માં મુશ્કેલી આવી રહી હતો અને તેમને ત્યાંથી જ યૂટ્યૂબ નો વિચાર આવ્યો હતો.

વર્ષ 2006 માં અમેરિકા ની કંપની ગૂગલ એ યૂટ્યૂબ ને $1.65 અરબ માં ખરીદી લીધું હતું.

આપણે આજે જે YouTube ને જોઈએ છીએ તે ગૂગલ ની મહેરબાની છે.

અત્યાર સુધી અપને યૂટ્યૂબ ની થોરી ધણી માહિતી મેળવી અને જોયું કે youtube એ વિડિઓ જોવા માટે જ નહીં પણ ઓનલાઈન પૈસા કમાવા માટે પણ બહુ ઉપયોગી છે તો સુ તમારા મન માં ક્યારે આ વિચાર આવ્યો કે યૂટ્યૂબ પૈસા કેવીરીતે કમાવે છે? અને લોકો યૂટ્યૂબ પર પૈસા કઈ રીતે કમાવે છે? જો તમે એના વિશે જાણવા માંગતા હોવ તો ચાલો તેના વિશે વાત કરીએ.

યૂટ્યૂબ પૈસા કેવીરીતે કમાવે છે? અને લોકો યૂટ્યૂબ પર પૈસા કઈ રીતે કમાવે છે?

સૌથી પહેલા આપણે વાત કરીએ કે YouTube પૈસા કેવીરીતે કમાવે છે.

જો તમે યૂટ્યૂબ પર ક્યારેય વિડિઓ જોયા હશે તો તમે જોયું હશે કે કોઈ પણ વિડિઓ ચાલુ થાય તેનાથી પહેલા એક જાહેરાત નો એક વિડિઓ આવે છે, વિડિઓ જોતા હોઈએ તો ક્યારેક વિડિઓ ના વચમાં જાહેરાત નો વિડિઓ આવતો હોય, અને વિડિઓ ના છેલ્લે પણ જાહેરાત ની વિડિઓ આવતા હોય છે.

વિડિઓ માં આ જાહેરાત બતાવ માટે કેટલી બધી મોટી કંપની ઓ યૂટ્યૂબ પર જાહેરાત ના કેમ્પીનગ ચલાવતા હોય છે અને તેમાંથી જ યૂટ્યૂબ પૈસા કમાવે છે.

હવે વાત કરીએ કે લોકો યૂટ્યૂબ પર પૈસા કઈ રીતે કમાવે છે?

મેં તમને ઉપર સમજાયું કે યૂટ્યૂબ પૈસા કાઈરીતે કમાવે છે તેમાં મેં તમને કીધું તે પ્રમાણે મોટી કંપનીઓ યૂટ્યૂબ પર જાહેરાત ચલાવે છે અને તેના પૈસા યૂટ્યૂબ ને મળે છે.

પણ યૂટ્યૂબ બધા પૈસા પોતાની પાસે રાખતો નથી તે જે વીડિઓ પર જાહેરાત બતાવે છે તે પૈસા વિડિઓ બનાવવા વાળા વ્યક્તિ ને તેના પૈસા મળે છે.

હવે મને ખબર છે કે તમારા માંથી કેટલાક લોકોને હજી સમજાયું નથી કોઈ વાત નહીં મિત્રો હું તમને મસ્ત ઉદાહરણ દ્વારા સમજવું.

ઉદાહરણ: ધારો કે એક કંપની jio નવા ફોન લૉન્ચ કરે છે તો તે યૂટ્યૂબ પર પોતાના જાહેરાત ચલાવવાનું ચાલુ કરશે,

Jio કંપની નક્કી કરે છે કે તેની જાહેરાત નો ખર્ચ ₹10,000 છે તો હવે યૂટ્યૂબ પર જે જે વિડિઓ પર જીઓ ની જાહેરાત આવશે તેને યૂટ્યૂબ તેને તેના પૈસા આપશે આ પૈસા યુટ્યૂબ 45% અને વિડિઓ ક્રિએટર ને 55% મળશે.

તો જીઓ ના જાહેરાત ₹10,000 માંથી યૂટ્યૂબ ને ₹4,500 અને વિડિઓ ક્રિએટર ને ₹5,500 મળશે. પણ આ વિડિઓ ક્રિએટર અલગ અલગ વ્યક્તિ હશે કે જેમના વિડિઓ પર જીઓની જાહેરાત આવી હશે.

 

તમે યૂટ્યૂબ થી પૈસા કઈરીતે કમાવી શકો?

જો તમે યૂટ્યૂબ થી પૈસા કમાવવા માંગતા હોવ તો તમને સૌથી પહેલા એક યૂટ્યૂબ ચેનલ બનાવવી પડશે જે યૂટ્યૂબ થી પૈસા કમાવવા માટે બહુ જરૂરી છે.

યૂટ્યૂબ ચેનલ બનાવ્યા પછી તમને 1,000 subscriber અને 4,000 નો વોચટાઇમ પૂર્ણ કારવો પડશે અને ત્યાર પછી તમને તમારી ચેનલ ને યુટ્યૂબ ટીમ રિવ્યુ કરશે જો બધું થિક હશે તો તમારા યૂટ્યૂબ ચેલન ને મોનેટાઇજ કરી દેવામાં આવશે.

યૂટ્યૂબ ચેલન ને મોનેટાઇજ થયા પછી તમે યૂટ્યૂબ થી પૈસા કમાવવા નું ચાલુ કરી શકો છો.

તમે યુટ્યૂબ ચેનલ વગર ઓનલાઈન યુટ્યૂબ થી પૈસા કમાવી ના શકો એટલે તમને YouTube Channel બનાવવું જ પડશે.

યૂટ્યૂબ થી પૈસા કમાવવા માટે જરૂરી 5 સ્ટેપ

1. YouTube ચેનલ બનાવો

તમે જ્યારે પણ યૂટ્યૂબ ને ખોલો છો ત્યારે તમે યૂટ્યૂબ પર સેર્ચ કરું હશે અને વિડિઓ જોયા હશે , તમે જોયું હશે કે તમે જે સેર્ચ કર્યું છે તેના ઘણા બધા વિડિઓ યૂટ્યૂબ પર છે પણ તમે ક્યારે વિચારું કે એટલા બધા વિડિઓ યૂટ્યૂબ પાસે કઈરીતે આવ્યા હશે? જો તમે એમ વિચાર તા હોવ કે યૂટ્યૂબ આ વિડિઓ પોતે બનાવે છે તો તમે ખોટું વિચારી રહ્યા છો.

આ બધા વિડિઓ અલગ અલગ લોકો એ યૂટ્યૂબ પર અપલોડ કર્યા હશે , પણ લોકો પાગલ તો નહીં હોય કે ખાલી વિડિઓ બનાવે

લોકો વીડિઓ બનાવી યૂટ્યૂબ પર નાખવાનો મુખ્ય કાર્ય એજ છે કે યુટ્યૂબ પર વિડિઓ નાખી વિડિઓ બનાવવા વાળા લોકલ પૈસા કમાવી શકે છે.

પણ એના માટે જરૂરી છે કે તમારી પાસે YouTube ચેનલ હોવી જરૂરી છે.

જો તમે YouTube ચેનલ બનાવવા માંગતા હોવ તો એ જાણી લ્યો કે YouTube ચેનલ બનાવવી એ કોઈ મુશ્કેલ કામ નથી. તમે અસાની થઈ ફ્રિ માં YouTube ચેનલ બનાવી શકો છો.

2. ઉચ્ચ ગુણવત્તાવાળી વિડિઓ બનાવો અને અપલોડ કરો

એક વાત યાદ રાખજો કે જો તમે યુ ટ્યુબર બનવા માંગો છો, તો પછી સારી ગુણવત્તાવાળી વિડિઓ બનાવો અને અપલોડ કરો. તે સ્પષ્ટ છે કે દરેકને સારી ગુણવત્તાવાળી વસ્તુઓ ગમે છે.

જો તમે યુટ્યૂબ થી ઓનલાઈન પૈસા કમાવવા માંગો છો તો તમને એવા વિડિઓ બનાવવા જોઈએ કે જે લોકો ને મદદ રૂપ થાય, જો લોકો ને તમારા વિડિઓ પસંદ આવશે તો એ લોકો તમારી યુટ્યૂબ ચેનલ ને subscribe જરૂર કરશે.

જો તમે મનોરંજન ના વિડિઓ જેવા કે નાટક, કહાની, કૉમેડી, નાની મુવી જેવા વિડિઓ બનાવવી સકતા હોવ તો એ બનવો કારણકે લોકો ને આવા વિડિઓ ખૂબ પસંદ આવે છે.

તમારા માંથી એવા કેટલાય બધા લોકો હશે જે એમ વિચાર તા હશે કે હું બીજાના વિડિઓ ડાઉનલોડ કરી પોતા ના ચેનલ પર ઉપલોઅડ કરી ને તે પૈસા કમાવીશું, પણ તમને એ ખબર હોવી જોઈએ કે આ રીતે તમે ક્યારે પૈસા નહીં કમાવી શકો એટલે હું તમને એજ કહીશ કે તમે તમારા પોતાના વિડિઓ બનાવો અને તમારી ચેનલ પર નાખો.

3. નીતિ નિયમ ની જાણકારી મેળવી અને પાલન કરવું

તમે યુટ્યૂબ પર કામ શરૂ કરો એનાથી પહેલા તમને યુટ્યૂબ ના નીતિ નિયમ ની જાણકારી મેળવી પડશે અને તેનો પાલન કરવું પડશે.

નીતિ નિયમ ના પાલન કર્યા વગર તમે યૂટ્યૂબ થી ઓનલાઈન પૈસા ક્યારેય કમાવી નહીં શકો.

એના માટે તમને યૂટ્યૂબ ની policies, Copyright અને Community Guideline ને વાંચવું પડશે. હું તમને એ સલાહ આપીશ કે તમે પહેલા આ નિયમ ને વાંચો અને સમજો કારણ કે એ જરૂરી છે

4. ચેનલ મોનેટાઈજ કરવી

હવે વાત કરીએ ચેનલ મોનેટાઈજ વિશે. જો તમને ઓનલાઈન યૂટ્યૂબ થી પૈસા કમાવવા માંગો છો તો તમારી યૂટ્યૂબ ચેનલ મોનેટાઈજ થવી જરૂરી છે.

ચેનલ મોનેટાઈજ કર્યા વગર તમે વધુ પૈસા ક્યારેય નહીં કમાવી શકો એટલે તમારી ચેનલ મોનેટાઈજ થવી એ બહુ જરૂરી છે.

ચેનલ મોનેટાઈજ એ તમારા વિડિઓ થી પૈસા કમાવવા માટે ના તરીકે માંથી એક છે, અન્ય તરીક છે કે જેથી તમે તમારા યુટ્યૂબ ચેનલ ના વિડિઓ થી પૈસા કમાવી શકો છો જેના વિશે અપને નિચે વાત કરી છે તો આ પોસ્ટ આખી જરૂર વાંચ જો.

જો તમને તમારી ચેનલ મોનેટાઈજ કરવી હોય તો તમને યૂટ્યૂબ અને એડસેન્સ ના નિયમ પ્રમાણે વિડિઓ બનાવવા પડશે.

તમે જેમ જેમ વિડિઓ નાખવા નું ચાલુ કરશો તેમ તમારા વિડિઓ પર વ્યૂ આવવા ના ચાલુ થઈ જશે અને તમે જ્યારે યૂટ્યૂબ ના ચેનલ મોનેટાઈજ ના નિયમ પૂર્ણ કરશો તો તમે યૂટ્યૂબ થઈ પૈસા કમાવી શકશો.

તમને તમારી ચેનલ મોનેટાઈજ કરવા માટે 1,000 subscriber અને 12 મહિના માં 4,000 નો વોટચટાઇમ પૂર્ણ કરવું પડશે, ત્યાર પછી જ તમે તમારા યૂટ્યૂબ ચેનલ ને મોનેટાઈજ કરી શકશો.

પણ જો તમે યૂટ્યૂબ ના નીતિ નિયમ ના પાલન નહીં કરો તો તમને તમારી ચેનલ મોનેટાઈજ કયારે પણ નહીં થાય એટલે તમને નીતિ નિયમ નો પાલન કારવોજ પડશે.

5. યૂટ્યૂબ થી પેમેંટ લ્યો

આ આપણું અંતિમ સ્ટેપ છે, એટલે કે જ્યારે અમને યુટ્યુબમાં કામ કરવા માટે પૈસા મળે છે ત્યારે આપણી મહેનતનું પરિણામ મળે છે.

પરંતુ આ પહેલા કેટલાક પગલાઓ છે જે પૂર્ણ કરવાના છે. ઉદાહરણ તરીકે, જ્યારે તમારા ગુગલ એડસેન્સ એકાઉન્ટમાં $ 10 જમા થાય છે, ત્યારે ગૂગલ એડસેન્સ તમારા સરનામાંને ચકાસવા માટે એક પોસ્ટ મોકલે છે.

જેમાં એડસેન્સનો પિન છે. આ માટે, તમારે તમારા Google એડસેન્સ એકાઉન્ટમાં સાચો સરનામું ભરવું પડશે.

જ્યારે તમને પત્ર મળે છે, પછી એડસેન્સ એકાઉન્ટ ખોલો અને તેમાં પિન દાખલ કરીને સરનામાંની ચકાસણી કરો. આ પછી અમારે અમારા બેંક ખાતાની વિગતો પણ દાખલ કરવી પડશે.

તેથી તમારા બેંક ખાતાની બધી વિગતો યોગ્ય રીતે દાખલ કરો કારણ કે તમારી ચુકવણી આ બેંક એકાઉન્ટમાં સ્થાનાંતરિત કરવામાં આવશે.

આ પછી, જ્યારે અમે અમારા ખાતામાં $ 100 પૂર્ણ કરીએ છીએ, ત્યારે ગૂગલ આ નાણાં અમારા ખાતામાં સ્થાનાંતરિત કરે છે.

યૂટ્યૂબ થી પૈસા કમાવવા ના અન્ય રીતો

YouTube પર તમે યૂટ્યૂબ ચેલન ને મોનેટાઇજ કરીને તમારા વિડિઓ પર જાહેરાત ચાલુ કરી ને પૈસા કમાવી શકો છો અને સાથે નીચે આપેલ રીતે પણ તમે પૈસા કમાવી શકો છો,

1. Google Adsense

યૂટ્યૂબ થી પૈસા કમાવવા માટે સૌથી પહેલા અને મોટો પ્લેટફોર્મ એ Google Adsense જ છે કે જેનાથી તમે પૈસા કમાવી શકો છો.

જો યૂટ્યૂબ માં અડસેન્સ દ્વારા પૈસા કમાવવા માંગતા હોવ તો તમને 1,000 subscriber અને 4,000 નો વોચટાઇમ પૂર્ણ કરવો પડશે ત્યાર પછી જ તમે Google Adsense થી પૈસા કમાવવા નું ચાલુ કરી શકો છો.

2. Sponsored Video

યૂટ્યૂબ થી પૈસા કમાવવા માટે ની બીજી રીત Sponsored Video છે.

જો તમે Sponsored Video થી પૈસા કમાવવા માંગતા હોવ તો તમને એ વાત યાદ રાખવી કે તમને Sponsored Video ત્યારે મળશે જ્યારે તમારી યૂટ્યૂબ ચેનલ પોપ્યુલર હશે.

જો તમારી યૂટ્યૂબ ચેનલ પોપ્યુલર નહીં હોય તો તમને સ્પોન્સર વિડિઓ નહીં મલે.

પણ જો સ્પોન્સર વિડિઓ મળશે તો તમને બહુ પૈસા મળશે જે તમે વિચારું પણ નહીં હોય.

3. Affiliate Marketing

આ પદ્ધતિનો ઉપયોગ કરીને પણ, તમે યુટ્યુબથી ઘણા પૈસા કમાવી શકો છો અને તે પણ ખૂબ જ ઓછા સમયમાં. આ માટે, તમારે કોઈપણ સારા ઉત્પાદનની પસંદગી કરવી પડશે, પછી તેનો ઉપયોગ કરો અને તેના પર સમીક્ષા વિડિઓ બનાવો અને પછી તેની ખરીદીની લિંકને description માં આપો જેથી તમારા દર્શકો તેને ખરીદી શકે અને જેના માટે તમને ખરીદી મુજબ કમિશન મળે.

4. મર્ચ શેલ્ફ

મર્ચ શેલ્ફ એ યૂટ્યૂબ નો એક ફીચર છે જે તમારા વિડિઓ ની નીચે બ્રાન્ડેડ વસ્તુ ઓ ની લિસ્ટ બતાવે છે અને જો કોઈ તેના પર ક્લિક કરી તેની ખરીદી કરે છે તો તેના પૈસા મળશે.

5. સુપર ચેટ

સુપર ચેટ એ યૂટ્યૂબ નો એક ફીચર છે જનો ઉપયોગ તમે ત્યારે કરી શકો જ્યારે તમે યૂટ્યૂબ પર live વિડિઓ કરો અને તમારા વ્યૂએર ને તે પસન્દ આવતો હોય તો તે સુપર ચેટ દ્વારા તમને ગમે એટલા પૈસા મોકલી શકે છે.
આ પોસ્ટ પણ વાંચવા જેવી છે:

PayTM શુ છે? પેટીએમ વોલેટ શું છે? સંપૂર્ણ માહિતી

 

ઈમેલ આઈડી કેવી રીતે બનાવી? ફ્રી મા ગૂગલ એકાઉન્ટ બનાવો

 

આ પોસ્ટ માં શુ હતું?

આ પોસ્ટ માં અપને YouTube વિશે સંપૂર્ણ માહિતી આપી છે જે તમને યૂટ્યૂબ જે તમને યુટ્યૂબ વિશે ધણી બધી માહિતી આપશે. આ પોસ્ટ માં આપણે યૂટ્યૂબ (youtube) શુ છે? What is Youtube in Gujarati, યૂટ્યૂબ નો ઈતિહાસ, યૂટ્યૂબ પૈસા કેવીરીતે કમાવે છે? અને લોકો યૂટ્યૂબ પર પૈસા કઈ રીતે કમાવે છે?, તમે યૂટ્યૂબ થી પૈસા કઈરીતે કમાવી શકો?, યૂટ્યૂબ થી પૈસા કમાવવા ના અન્ય રીતો વિશે વાત કરી છે જે તમને ઉપયોગી થશે.

 

 

 

 

Leave a Comment